AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા પોલીસ સ્ટેશનમાં નવા પી.આઇ.તરીકે ડી. કે.ચૌધરીની નિમણૂક કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકે નવા પોલીસ ઇન્સ્પેક્ટર ડી. કે.ચૌધરીએ વિધીવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે.રાજ્ય સરકારનાં ગૃહ વિભાગનાં નવા નિર્ણય મુજબ, રાજ્યના અનેક પોલીસ મથકોમાં પી.આઈ.ની પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે.જેમાં ડાંગ જિલ્લાનાં આહવા અને સાપુતારા પોલીસ મથકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં ડાંગ જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી ખાતે છેલ્લા ચાર મહિનાથી સી.પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.આઈ. ડી.કે. ચૌધરીને આહવા પોલીસ મથકનો કાયમી હવાલો સોંપવામાં આવ્યો છે.આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં અનેક વિભાગની કચેરીઓ આવેલી છે.જેથી આહવા પોલીસ મથકમાં પી.આઇ.ડી.કે.ચૌધરી અને સેકન્ડ પી.એસ.આઈ.એ.એચ. પટેલની આગેવાની હેઠળ આહવા નગર અને આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.આહવા પોલીસ મથકમાં પી.આઈની નવી નિમણૂકથી આહવાના લોકોને કાયદાની સુરક્ષા મળશે અને વિસ્તારમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ જળવાશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે આહવા પોલીસ મથકમાં પી.આઈ.તરીકે ડી.કે.ચૌધરીએ કાર્યભાર સંભાળી લેતા નગરજનો સહિત પોલીસ કર્મીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!