
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – વાલ્મિકી આશ્રમશાળા નવીઈસરીમાં ત્રણ કોમ્પ્યુટર અને પ્રિન્ટરનું દાન
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારમાં આવેલી વાલ્મિકી આશ્રમશાળા, નવીઈસરી ખાતે ગરીબ તથા વંચિત વર્ગના બાળકોના ટેકનોલોજી યુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ દાન આપવામાં આવ્યું.ડૉ. ભુપેશભાઈ ડી. શાહના પ્રયત્નોથી મુક્તિબેન મોતીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પ્રીતિબેન પટેલ દ્વારા આશ્રમશાળાને ત્રણ કોમ્પ્યુટર તથા એક પ્રિન્ટર દાનમાં આપવામાં આવ્યા. આ દાન અંતરિયાળ વિસ્તારના બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને શિક્ષણમાં આગળ વધારવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આશ્રમશાળાની આચાર્ય ઇન્દુબેન ભગોરા તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે દાતા ઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ સહયોગ બાળકોના ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું.




