વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નાસિક તરફથી શ્રી ક્રિષ્ના રોડ વે કંપનીનો માલસામાનનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.10.ટી.એક્સ.6633 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ-શામગહાનની વચ્ચે આવેલ વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અહી આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.
જ્યારે બીજા બનાવમાં નાનાપાડા સાકરપાતળ નજીક કોબીજનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આજરોજ નાસિક તરફથી કોબીજનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.એમ.એચ.15.જે.એ.7191 જે વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં નાનાપાડા-સાકરપાતળ નજીક ચાલક દ્વારા કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોબીજનાં જથ્થાને અને ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ.જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડી છે..
અધિકારીઓ અને નેતાઓ મહોત્સવમાં વ્યસ્ત થતા, ફરી મોરબી ની જનતા રસ્તા પર ઉતરી કર્યા ચકાજામ !!!
મોરબીમાં 4 MLA, 1 મંત્રી,1 રાજ્યસભા સાંસદ, 2પૂર્વ મંત્રી છતાં કૈલાશધામ અને મુક્તિધામ ખંડેર હાલતમાં !
શ્રી ગુરૂનાનક દેવ સાહેબજીનો ૫૫૬મો પ્રકાશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
Follow Us