ઝાલાવાડના 2.16 લાખ બાળકોને ડાયેરિયાની બીમારીથી સ્વસ્થ્ય બગડે નહી માટે આવરી લેવાશે દવા વિશે પરિવારને માહિતી અપાઇ
ડાયેરિયાથી 5 વર્ષ સુધીના બાળકોમાં મોતનું પ્રમાણ ઘટાડવા તા.31 ઓગસ્ટ સુધી ઝૂંબેશ શરૂ
તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ડાયેરિયાથી 5 વર્ષ સુધીના બાળકોમાં મોતનું પ્રમાણ ઘટાડવા તા.31 ઓગસ્ટ સુધી ઝૂંબેશ શરૂ
ડાયરેયાની બીમારીથી પાંચ વર્ષ સુધીના બાળકોનાં મોતનું પ્રમાણ ઘટાડવા માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટોપ ડાયેરિયા કેમ્પિયન તા. 1 જુલાઇથી તા. 31 ઓગસ્ટ-2024 સુધી ચલાવવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના કુલ 2.16 લાખ બાળકોને આવરી લેવાશે પાંચ વર્ષ સુધીના બાળકોમાં ડાયેરિયાની બીમારીથી મોતનું પ્રમાણ દેશમાં 5.8 ટકા છે આથી ડાયેરિયાથી બાળકોનું મોત નિપજે નહી તે માટે ભારત સરકાર દ્વારા સ્ટોપ ડાયેરિયા કેમ્પિયન -2024નું આયોજન કરાયુ છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ્પિયન તા. 1 જુલાઇથી શરૂ કરાયુ છે અને તે તા. 31 ઓગસ્ટ-2024 સુધી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલશે આ અભિયાનમાં જિલ્લામાં 5 વર્ષ સુધીના 2,16,010 બાળકોને આવરી લેવામાં આવશે અને જિલ્લાના શહેરી તેમજ 10 તાલુકાઓના વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવાઇ છે સીડીએચઓ ડો. બી.જી.ગોહિલ, આરસીએચઓ ડો.પી.કે.શ્રીવાસ્તવ, ડીએમઓ ડો. જયેશભાઈ રાઠોડના માર્ગદર્શન નીચે આરોગ્ય તંત્રની ટીમ તેમજ આશા વર્કરોની મદદથી પાંચ વર્ષથી નાના બાળકોને ઘરે ઘરે જઇને ઓઆરએસના પેકેટ અને ઝીંકની ગોળીના ઉપયોગ અંગેની પણ જાણકારી આપી હતી બાળકોને ઝીંકની ગોળી કેવી રીતે આપવી પાંચ વર્ષ સુધીના બાળકોનું ડાયેરિયાની બીમારીથી સ્વસ્થ્ય બગડે નહી તેમજ મોત નિપજે નહી તે માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે બે માસથી નીચેના બાળકોને ઝીંકની ગોળી આપવાની નથી. પરંતુ બે માસથી છ માસ સુધીના બાળકોને 10 મિલિગ્રામ ઝીંકની ગોળી આપવાની રહેશે જ્યારે છ માસથી પાંચ વર્ષ સુધીના બાળકોને 20 મિલીગ્રામ ઝીંકની ગોળી આપવાની રહશે જો કે, બાળકોને આ ઝીંકની ગોળી 14 દિવસ સુધી આપવાની રહેશે ડાયેરિયા ગંદા પાણીના કારણે થાય છે ડાયેરિયા ગંદા પાણીના કારણે થાય છે જે થોડા બેદરકારીના કારણે જીવલેણ બની શકે છે તેનાથી વ્યક્તિની મોત પણ થઈ શકે છે નાના બાળકોમાં ડાયેરિયાની બિમારી ખૂબ ખતરનાક હોઈ શકે છે કારણ કે આ બાળકોને એક દિવસમાં જ ખૂબ વધારે કમોજોર કરી દે છે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઓઆરએસના પેકેટનું વિતરણ કરાવવા આવ્યું હતું.