AHAVADANGGUJARAT

Dang: કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો.અંજુ શર્માએ પ્રાકૃતિક ડાંગની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

*FPO, સ્વ સહાયની જૂથો અને પ્રગતિશીલ ખેડૂત સાથે મુલાકાત કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું :*

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડો.અંજુ શર્માએ આજરોજ પ્રાકૃતિક ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી.

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ સચિવશ્રીએ સૌ પ્રથમ વઘઈ તાલુકાના જામલાપાડા ખાતે અંબિકા હળદર ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં હળદર પ્રોસેસિંગ યુનિટની મુલાકાત લીધી હતી. અહીં શ્રી કાશીરામભાઈ બિરારી દ્વારા પ્રાકૃતિક ખેતીથી પકવેલ હળદર વિશે સચિવશ્રીને હળદર પ્રોસેસ વિશે અવગત કરાવ્યા હતાં. સાથે જ અહીં ઓટલો એફ.પી.ઓ ની મુલાકાત કરી સખી મંડળ દ્વારા બનાવવામાં આવેલ વિવિધ પ્રાકૃતિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી હતી.

સખી મંડળ દ્વારા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક પ્રોડક્ટ માંથી વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે ત્યારે આ તમામ પ્રોડક્ટ ઉપર લણણી તેમજ ઉત્પાદનની તારીખ લખવાનું સૂચવ્યું હતું. જે બાદ સચિવશ્રીએ જામલાપાડા ખાતે આવેલ ફાર્મર પ્રોડ્યૂસર કંપની- પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર અને પ્રોસેસિંગ યુનિટની મુલાકાત કરી હતી. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ દ્વારા આવશ્યક સિંચાઈના સાધનોમાં યોજનાનો લાભ મળી રહે તેવી અધિકારીશ્રીઓને હિમાયત કરી હતી. જે બાદ સચિવશ્રીએ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી જામલાપાડા ખાતે કાજુ પ્રોસેસિંગ યુનિટની પણ મુલાકાત કરી હતી.

આ ઉપરાંત સચિવશ્રી ડો. અંજુ શર્માએ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ, પ્રાકૃતિક ખેત પેદાશ તથા બેકરી પ્રોડક્ટ ઉત્પાદન નડગખાદી, તેમજ ગોર્યા ગામે પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત શ્રીમતી સાવિત્રીબેન રણજીતભાઈના ખેતરની મુલાકાત કરી હતી. જ્યાં તેઓએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની વિગતો મેળવી પ્રાકૃતિક ખેતર તેમજ ખેતી અંગેની વિગતો મેળવી હતી.

ડાંગ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ મળી રહે, તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સાથે પ્રાકૃતિક પ્રોડક્ટનું વેચાણનો પણ વ્યાપ વધે જે માટે  ફૂડ પ્રોસેસિંગ વિગેરે સુવ્યવસ્થિત થાય તેવી સચિવશ્રીએ હિમાયત કરી હતી.

ડાંગની મુલાકાતે પધારેલ સચિવશ્રીના પ્રવાસ દરમિયાન ડાંગ જિલ્લાના આત્મા, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી જિલ્લાની ખેત પેદાશ, પ્રાકૃતિક કૃષિ, સખી મંડળ તેમજ એફ. પી. ઓની કામગીરી વિશે સચિવશ્રીને અવગત કરાવ્યા હતાં.

આ પ્રંસગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજય ભગરીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બાલુબાઇ પટેલ, શ્રી હર્ષદભાઈ પટેલ, નાયબ પશુપાલન અધિકારી હર્ષદભાઈ ઠાકરે, નાયબ બાગાયત નિયામક તુષારભાઈ ગામિત સાથે ખેતી, પશુપાલન અને બાગાયત વિભાગના અધિકારી/કર્મચારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!