વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી , ગાંધીનગર અને અખિલ ગુજરાત કોલેજ અને યુનિવર્સીટી આદિવાસી અધ્યાપક મંડળ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિતે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત યોજાયેલ રાષ્ટ્રીય સેમિનાર અને વાર્ષિક અધિવેશનમાં ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ખાંભલા ગામના નિવાસી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સવિટી,સુરતના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગમાં પ્રોફેસર તરીકે છેલ્લા 19 વર્ષથી કાર્યરત ડો દિપક ભોયેને વિશેષ સિદ્ધિ બદલ સન્માનિત કરાયા હતા .હાલમાં ડો. દિપક ભોંયેને વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તેમજ તેઓ સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીના ચેરપર્સન અને કોર્ડીનેટર, બોર્ડ ઓફ સ્ટડીઝ(ગ્રામ વિદ્યાશાખા)ના ચેરમેન, એકેડેમિક કાઉન્સિલના સભ્ય, નોડલ ઓફિસર ફોર એસ. ટી. સ્ટુડન્ટ્સ,મેમ્બર ઓફ સ્ટેન્ડિંગ કમિટી (એસ.ટી.સેલ),સ્ટુડેંટ્સ ગ્રિવન્સ રિડ્રેસલ કમિટી, મેમ્બર ઓફ રિસર્ચ એડવાઈઝરી કમિટી, પૂર્વ સેનેટ સભ્ય વગેરે વિવિધ હોદ્દાઓ પર રહીને સક્રિય ભૂમિકા અદા કરી રહ્યા છે.તેઓએ 10 પુસ્તકો અને 20થી વધુ સંશોધન પત્રો પ્રકાશિત કરી ચુક્યા છે. તેમના માર્ગદર્શનમાં ત્રણ પીએચ. ડી. અને બે વિદ્યાર્થીઓ એમ.ફીલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.ડો. દિપક ભોયે હાલમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યિલ સાયન્સ, ન્યુ દિલ્હી દ્વારા મંજુર થયેલ પ્રોજેક્ટ Sustainable Environmental Practices of Tribals in Areasof South Gujarat અને Conservation of Ethenomedicinal Knowledge of tribal people from different zone of south Gujarat by site survey and systematic documentations પર સહ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે.હાલમાં તેઓ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગ્રામ વિદ્યાશાખામાં બોર્ડ ઓફ સ્ટેડીસના સભ્ય તેમજ Swami Ramanand Teerth Marathwada University, Nanded ખાતે સમાજશાસ્ત્ર વિષય માટે બોર્ડ ઓફ સ્ટડીસના સભ્ય તરીકે કાર્યરત છે. શિક્ષણલક્ષી વિવિધક્ષેત્રે કામગીરીથી આદિવાસી સમાજનું ગૌરવ વધારેલ છે તે બદલ તેઓને બિરસા મુંડા યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર ડો. મધુકર પાડવી, ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી , ગાંધીનગરના ડાયરેક્ટર ડો. ચંદુભાઈ ચૌધરી, ડો. ઈશ્વર ગામીત, પ્રમુખ અને સો. જે.બી. બોડાત, મંત્રી અખિલ ગુજરાત કોલેજ અને યુનિવર્સીટી આદિવાસી અધ્યાપક મંડળ દ્વારા વિશેષ સિધ્ધી બદલ સન્માનિત કરાયા હતા..