તા.૧૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:કતવારા પોલીસે ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન પીકપ ગાડીમાંથી ચાંદીના નાના-મોટા બિસ્કીટ તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 2.19 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા
કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર યુ એમ ગાવીતની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન, મધ્યપ્રદેશ તરફથી MP-31-ZA-9054 નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા, પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા, ગાડીમાં ડ્રાઇવર સીટની પાછળ નીચે ચોરખાનું બનાવેલnતે ખાનામાં તપાસ કરતાં, તેમાંથી ચાંદીના બીસ્કીટ તથા રોકડ રૂપીયા મળી આવ્યા હતા. જેથી પોલીસે ગાડીમાં સવાર ત્રણ ઈસમો પાસે કોઇ આધાર પુરાવો હોય તો રજુ કરવાનું જણાવતા તેમની પાસે કોઇ બીલ કે આધાર પુરાવો રજુ કરેલ નહી અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા, પોલીસે રૂ.75,60,000/- ની કિંમતના 108.459 કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા રૂ.1,38,47,490 ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા રૂ.5,00,000 ની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂ.2,19,07,490 ના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઇ શ્રીકાલીકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.