તા.૩૦.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના એક ગામમાં મંજૂરીથી પરત ઘરે આવતી 18 વર્ષીય મહિલાને છેડતી થતાં અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ મદદે
દાહોદ તાલુકાના એક ગામની પીડિતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરીને જણાવેલ કે તેઓને પડોશી ગામના યુવકો દ્વારા છેડતી કરવામાં આવી છે તેમ જણાવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન દાહોદ તાત્કાલિક પીડિતાની મદદ માટે દોડી ગયેલ અને ઘટના સ્થળે પહોંચી આ પીડિતા સાથે વાતચીત કરતા પીડિતાએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ મજૂરી કામ કરવા દાહોદ શહેરમાં જાય છે અને આજરોજ મજૂરી કામ કરીને પરત ઘરે આવતા સમયે આ પીડિતા રસ્તામાં પડોશીના ગામમાં કરિયાણાની દુકાન પર સામાન લેવા ગયેલ ત્યાં દુકાન પર તે ગામનો યુવક પણ હતો અને તે આ પીડિતા પર ઈશારો કરી છેડતી કરતા પીડિતા દ્વારા તેને એક વખત સમજાવવાનો પણ પ્રયત્ન કરતા તે યુવક અને બીજા આજુબાજુના યુવકો ભેગા મળીને શરીરના અંગત ભાગો પર સ્પર્શ કરેલ જેથી પીડિતા તત્કાલિક ગામની રીક્ષામાં બેસીને પોતાના ઘરે પહોંચી ગયેલ તેમ જણાવતા અભયમ ટીમ દ્વારા આ સામાવાળાને સમજાવવા માટે પીડિતાને પૂછાતા તેઓ દ્વારા આ સામાવાળા પર કાયદેસર કાર્યવાહી કરવા માગતા હોય જેથી તેઓને સંપૂર્ણ ન્યાય મળી રહે માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દાહોદ અરજી અપાવેલ છે