BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ તાલુકાના શિહોરીની ડૉ.માર્ગી જોષીને રાજ્યપાલ ના હસ્તે (Ph.D.) ની પદવી એનાયત.!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ

કાંકરેજ તાલુકાના શિહોરીની ડૉ.માર્ગી જોષીને રાજ્યપાલ ના હસ્તે (Ph.D.) ની પદવી એનાયત.!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ના અધ્યક્ષ સ્થાને પ્રથમ ભવ્ય દીક્ષાંત સમારોહમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના વતની મોટાજામપુર ખાતે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપતાં રાયગોર કાન્તિલાલ (જોષી) ની સુપુત્રી ડૉ.માર્ગીબેન રાયગોરે હોસ્પિટલ મેનેજમેન્ટ વિષયમાં ડીગ્રી એનાયત કરવામાં આવતા તેમના પરિવાર માટે એક ઐતિહાસિક અને અવિસ્મરણીય ક્ષણ બની રહ્યો હતો.ડો.માર્ગીબેન જોષી ને મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડોક્ટરેટ (Ph.D.) ની પ્રતિષ્ઠિત પદવી એનાયત કરવામાં આવી હતી.ડો.માર્ગીબેન જોષીની આ શૈક્ષણિક સફળતા પાછળ માતા -પિતાનો અતૂટ પરિશ્રમ અને સંઘર્ષ રહેલો છે.તેમના માતા- પિતા વ્યવસાયે પિતા હાઈસ્કૂલ માં આચાર્ય અને માતા પ્રાથમિક માં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.શિક્ષિત પરિવારે પોતાની પુત્રી ને ઉચ્ચ શિક્ષણ અપાવીને ડૉક્ટર (Ph.D.) બનાવવાનું મહામૂલું સપનું સાકાર કર્યું છે. મહત્વની વાત એ છે, તેમના તમામ સંતાનો ડોક્ટર બની રાયગોર પરિવારનું ગૌરવ વધાર્યું છે શિહોરી ગામના ગ્રામજનો અને સમગ્ર સમાજમાં હર્ષની હેલી વ્યાપી ગઈ છે.અને સૌ કોઈ તેમના પર અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99785 21530

Back to top button
error: Content is protected !!