BANASKANTHAGUJARATPALANPUR

જગાણા ગામના ડો. મેહુલ ચૌધરીએ GPSC ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ પરીક્ષામાં ગુજરાતમાં 10મો ક્રમ મેળવ્યો

9 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠાને ગૌરવ: જગાણા ગામના ડો. મેહુલ ચૌધરીએ GPSC ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ પરીક્ષામાં ગુજરાતમાં 10મો ક્રમ મેળવ્યો
પાલનપુર તાલુકાના જગાણા ગામના ખેડૂત પરિવારના દિકરા ડો. મેહુલકુમાર નરસિંહભાઈ ચૌધરીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવાયેલી ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ ક્લાસ-વન પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 10મો ક્રમ મેળવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડો. મેહુલે અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ વડોદરાની ખ્યાતનામ એસ.એસ.જી. હોસ્પિટલમાં એમ.ડી. મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. અત્યંત કઠિન માનાતી આ પરીક્ષામાં સફળતા મેળવી તેઓ જિલ્લામાંથી એકમાત્ર વિદ્યાર્થી બન્યા છે. તેમની આ સિદ્ધિ બદલ ગામ, પરિવાર અને સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે તથા સર્વત્રથી અભિનંદન મળી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!