શહેરા તાલુકાના પાલીખંડા ગામે કરણીસેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ ડૉ.રાજ શેખાવતે સ્નેહમિલન કાર્યક્રમ માં હાજરી આપી

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે ક્ષત્રિય કરણીસેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.ક્ષત્રિય કરણીસેના ના રાષ્ટ્રિય અધ્યક્ષ ડૉ.રાજ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.પાલીંખડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના દર્શન કરીને આર્શિવાદ મેળવ્યા હતા.ત્યારબાદ પાલીખંડા ગામમા રાખવામા આવેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને મળી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.સાથે સાથે તેમને ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીના સંદર્ભ ક્ષત્રિય સમાજને એક મંચ પર એક થવા આહવાન કર્યુ હતુ.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલીંખડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે કરણી સેનાના રાષ્ટ્રિય અધ્યક્ષ આવી પહોચતા કરણીસેનાના પંચમહાલ જીલ્લા પ્રમુખ જે.બી.સોલંકી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યારબાદ તેઓ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોચીને દર્શન કરીને આર્શિવાદ મેળવ્યા હતા.મંદિરના મહંતના પણ આર્શિવાદ મેળવ્યા હતા.ત્યારબાદ પાલિખંડા ગામમા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.ત્યા પણ કરણીસેનાના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા રાજ શેખાવતનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ.રાજ શેખાવત દ્વારા જણાવામા આવ્યુ હતુ કે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા અને પાઘડીઓના સ્વાભિમાન સંદર્ભે અમે અમદાવાદ ખાતે આયોજન કરવામા જઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું સાથે સાથે અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં યુવાનોને પણ મોટી સંખ્યા માં હાજર રહેવા જણાવ્યું હતું







