GUJARATIDARSABARKANTHA

ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ

ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ

*****

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતીને વિશે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી. શ્રીમતી શોભનાબેન બારૈયાએ વિશેષ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ વિવિધ વિપક્ષોને એક કરીને જવાહરલાલ નહેરુની સરકાર વખતે વિપક્ષમાં બેઠા હતા. સમગ્ર દેશમાં એક જ કાયદા કાનૂન હોય તેવું સ્વપ્ન જોનાર મહાન નેતા શ્યામા પ્રસાદ મુખરજીના સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કશ્મીરમાં 370 ની કલમ હટાવી સાકાર કર્યું છે.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, કૌશલ્યા કુંવરબા, મહેન્દ્રસિંહ બારૈયા,નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!