GUJARATHALOLPANCHMAHAL

હાલોલ: પતાંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રભારી ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ એ જાતે શિબિરનુ શુકાન સંભાળતા હજારો યોજ સાધકોએ શિબિરમા ભાગ લીધો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ 

તા.૨૯.૩.૨૦૨૬

હાલોલ ના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ સ્કૂલ કેમ્પસ ખાતે 27 માર્ચ થી સપ્તદીવસીય નિઃશુલ્ક યોગ શિબિર ચાલી રહી છે જેમાં આજે ત્રીજા દિવસે સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય અને પતાંજલિ યોગપીઠના કેન્દ્રીય પ્રભારી ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ એ જાતે શિબિર નું શુકાન સાંભળતા પંચમહાલ જિલ્લા સહીત રાજ્યભરમાંથી હજારો યોજ સાધકો શિબિર માં જોડાઈ તેનો લાભ લીધો હતો. રોજ કરો યોગ રહો નિરોગ ના એમ સાથે 27 માર્ચ થી 2 જી એપ્રિલ સુધી સવારે 5.30 થી 7.30 દરમ્યાન પ.પૂ. યુગઋષિ સ્વામી રામદેવજી મહારાજ, પતંજલિ યોગપીઠ હરિદ્વારની પાવન પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ ભારત સ્વાભિમાન,પતંજલિ યોગ સમિતિ, યુવા ભારત, પતંજલિ કિશાન સેવા સમિતિ, ભારતીય શિક્ષા બોર્ડ હાલોલ દ્વારા સપ્ત દિવસીય ની:શુલ્ક યોગ શિબિર નું આયોજનનું અયોજન કરવામાં આવ્યું છે. આ યોગશિબિરમાં સ્વામી રામદેવજીના શિષ્ય ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ અને ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત ના રાજ્ય પ્રભારી યોગી લક્ષમણભાઇ ગુરવાની યોગ કરાવવામાં આવે છે.આ યોગ શિબિરને લઇ યોગ સમિતિ હાલોલ દ્વારા તેની છેલ્લા ઘણા દિવસો તૈયારીઓ કરવામાં આવી હતી. અને છેલ્લા ઘણા દિવસ થી સવારે 5.30 થી 7.30 દરમ્યાન યોગ ની તાલીમ યોગી લક્ષમણભાઇ ગુરવાની દ્વારા આપવામાં આવતી હતી.અને ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ દ્વારા યોગ નો લાભલેવા ઉત્સુક હતા જે આજે જાતે શિબિરમાં ઉપસ્થિત રહી યોગ કરાવતા લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને રાજ્ય ભરના લોકોએ લાભ લીધો હતો. અને હજુ આ શિબિર 2 જી માર્ચ સુધી ચાલનાર છે અને ડો.સ્વામી પરમાથેદેવજી મહારાજ હજુ 31 માર્ચ સુધી કરાવનાર હોવાનું જાણવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!