ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની મુસદ્દા મતદારયાદી- ૨૦૨૫ પ્રસિદ્ધ કરવામાં આવી.

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની મુસદ્દા મતદારયાદી- ૨૦૨૫ પ્રસિદ્ધ કરવામાં આવી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા મુસદ્દા મતદારયાદી-૨૦૨૫ પ્રસિદ્ધ કરવામાં આવી.

જિલ્લાની મુસદ્દા મતદારયાદી-૨૦૨૫ અંગે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી

ભારત ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અત્રેના જિલ્લામાં મતદાર પાસેથી ગણતરી ફોર્મ વિગતો ભરીને મેળવી મેળવેલ તમામ ગણતરી ફોર્મ(EF) ડિઝીટાઇઝ્ડ કરવાની કામગીરી તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ પૂર્ણ થયેલ છે.

અરવલ્લી જિલ્લાના તમામ મતદારો આજ રોજ પ્રસિધ્ધ થયેલ મતદાર યાદીમાં તેઓનું નામ શોધી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ની કચેરી, મતદાર નોંધણી અધિકારી ની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી ની કચેરી ખાતે મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. તેમજ ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ મુસદ્દા મતદાર યાદી ઉપલબ્ધ કરવામાં આવેલ છે.આ સિવાય મુખ્ય નિર્વાચન અધિકારી ની કચેરી તરફથી સૂચિત કરવામાં આવેલ અન્ય જાહેર સ્થળોએ પણ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગણતરીના આ તબક્કા દરમ્યાન અરવલ્લી જિલ્લાના કુલ ૮,૫૮,૭૫૩ મતદારો પૈકી ૨૭,૧૩૩ મતદારો મરણ, ૩૫,૮૩૩ સ્થળાંતર, ૫,૩૧૭ (ડુપ્લીકેટ ), ૪,૧૪૨ ગેરહાજર, ૩૧૩ અન્ય કેટેગરીમાં આમ, મળી કુલ ૭૨,૭૩૮ (૮.૪૭%) મતદારો Uncollectable કેટેગરીમાં નોંધાયેલ છે. જેઓના નામ મુસદ્દા મતદાર યાદીમાં આવશે નહીં. આ તમામ મતદારોની ભાગ વાર યાદી જિલ્લા ચૂંટણી અધિકારી ની કચેરી, મતદાર નોંધણી અધિકારી ની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી ની કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ તમામ મતદારો મુસદ્દા મતદાર યાદી અંગેના તેઓના વાંધા સંબંધિત મતદાર નોંધણી અધિકારી ની કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારી ની કચેરી/વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ની કચેરીએ તા. ૧૯/૧૨/૨૦૨૫ થી ૧૮/૦૧/૨૦૨૬ ના સમયગાળા દરમ્યાન રજૂ કરી શકશે.

મુસદ્દા મતદાર યાદીના સંદર્ભે આજ રોજ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાનાર છે. જેમાં તમામ રાજકીય પક્ષોને મુસદ્દા મતદાર યાદી તેમજ જિલ્લામાં મરણ, સ્થળાંતર, ગેરહાજર અને ડુપ્લીકેટ તરીકે નોંધાયેલ જિલ્લાના કુલ ૭૨,૭૩૮ (૮.૪૭%) મતદારોની યાદી પણ આપવામાં આવશે. તા.૧૯/૧૨/૨૦૨૫ થી ૧૦/૦૨/૨૦૨૬ ના સમયગાળા સુધી મતદારોને નોટીસ પાઠવી સુનાવણી હાથ ધરી EROs/AEROs/Add. AEROs દ્વારા હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે.ત્યારબાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!