GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ઘોડા પાટીયા પાસે માર્ગ અકસ્માતમાં આશાસ્પદ યુવકનુ મોત થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો

 

તારીખ ૧૫/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

હોળીના દિવસે રાત્રે માર્ગ અકસ્માતમાં ઘોડા ગામના યુવકનું મોત થતા ગ્રામજનોએ શુક્રવારે વહેલી સવારે ગોધરા વડોદરા હાઈવે ઉપર બંને તરફના રોડ ઉપર બેસી જઈને ટ્રાફિક જામ કરી દીધો હતો વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી.ઘણા વર્ષો થી ગ્રામજનોએ એલ એન્ડ ટી રોડ વિભાગ જીલ્લા કલેક્ટર, ધારાસભ્ય ને રજૂઆત કરી છે અને આ ડીવાઈડર પહોળો કરવા માંગ કરી છે તેમ છતા કોઈ કામગીરી થઈ નથી અને ગામના લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.ગ્રામજનોની માંગ છે કે ઘોડા ગામ તરફ જતો રસ્તા ઉપરનો ડિવાઈડર યોગ્ય રીતે પહોળો કરવામાં આવે જેથી કરીને ગ્રામજનોના અવરજવરમાં તેમજ તેમના ટ્રેક્ટર અને અન્ય વાહનોને લઈને જવામાં સુગમતા પડે અને માર્ગ અકસ્માતોમાં લોકોના જીવ બચે તથા ડીવાઈડર પહોળો કરવાની ખાતરી નહી મળે ત્યા સુધી રોડ ઉપર થી ઊભા નહી થઈએ તેવી માંગ સાથે ભારે સૂત્રોચાર કરી ચક્કાજામ કરતાં કાલોલ પોલીસ સ્ટેશનના પી.આઇ.આર.ડી ભરવાડ પી.એસ.આઇ એલ એ પરમાર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનો સાથે સંવાદ કરી તેઓના પ્રશ્નોનું યોગ્ય તે જગ્યાએ રજૂઆત કરવામાં અને નિરાકરણ લાવવામાં પોલીસ સહાયરૂપ ભૂમિકા ભજવશે તેવી હૈયાધારણ આપી હતી. જેને પગલે બંને તરફનો વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો હતો.

Back to top button
error: Content is protected !!