GUJARATKARJANVADODARA

રાજસ્થાનથી વડોદરા લવાતો ૧૧.૮૧ લાખનો દારૂ ભરેલા કેન્ટેનર સાથે ચાલકની ધરપકડ

નેશનલ હાઈવે નંબર -૪૮ ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા ૧૧.૮૧ લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

નરેશપરમાર, કરજણ –

રાજસ્થાનથી વડોદરા લવાતો ૧૧.૮૧ લાખનો દારૂ ભરેલા કેન્ટેનર સાથે ચાલકની ધરપકડ

નેશનલ હાઈવે નંબર -૪૮ ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા ૧૧.૮૧ લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.જ્યારે અન્ય એક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી ૧૬૧ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પી.આઈ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈર્શાદખાન નસરુખાન (રહે. ખટકરકા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારીકખાન નેહનાખાન મુસ્લિમ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. અને ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ્લે રૂપિયા ૧૬,૮૧,૦૦૦ નો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો. કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દાસો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!