AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ-આહવા રોડ પર મોટરસાયકલ સંરક્ષણ દીવાલ નીચે ખાબકતા ચાલકનું મોત..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ-આહવા રોડ પર નડગખાદી ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ૩૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.મોટરસાયકલ સવાર યુવાને સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડની સાઈડમાં આવેલા લોખંડના પાઈપો સાથે અથડાઈને દીવાલ નીચે ખાબકી હતી.મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાટી ગામના રહેવાસી ગીરીશભાઈ સતુભાઈ પવાર (ઉં.વ. ૩૩) ગત તારીખ ૦૩/૦૩/૨૦૨૬ના રોજ પોતાની દીકરીને સાસરીમાં મૂકીને પરત ફરી રહ્યા હતા. રાત્રિના આશરે ૧૨:૩૦ થી સવારના ૦૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન, નડગખાદી ગામ પાસેના વળાંકમાં તેમની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-21-DE-6972) પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોટર સાયકલ ચાલકના શરીરે આંખ, કપાળ અને નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતુ.હાલમાં વઘઇ પોલીસની ટીમે મૃતદેહને પીએમ (Post-Mortem) માટે વઘઈ સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યો હતો.વઘઈ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!