BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ નજીક ટેન્કર પલટી જતા અકસ્માત, ચાલકને ઇજા

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી પાસે બેકાબુ બનેલ ટેન્કર પલ્ટી જતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી.
ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઇ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ખરોડ ચોકડી પાસે બેકાબુ ટેન્કર માર્ગની બાજુમાં પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અને સુરત-ભરૂચ ટ્રેક ઉપર સમારકામની કામગીરીને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. જો કે જિલ્લા ટ્રાફિકની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.



