GUJARATNANDODNARMADA

રાજપીપલા એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કંડક્ટર તિરંગા યાત્રામાં જોડાયા

રાજપીપલા એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કંડક્ટર તિરંગા યાત્રામાં જોડાયા

 

બસમાં મુસાફરી કરતા નાગરિકોને તિરંગાનું વિતરણ કરી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાવા અપીલ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપલા એસ.ટી. ડેપો ખાતે ડ્રાયવર અને કન્ડક્ટર દ્વારા હાથમાં તિરંગો લઈને અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.

 

“આવો, માતૃભૂમિ પર આઝાદીના રંગો ચમકાવીએ,તિરંગો લહેરાવીને દેશ માટેના પ્રેમને નતમસ્તક કરીએ.

 

આ તિરંગો ફક્ત એક ધ્વજ નથી, તે આપણા શૂરવીરોના બલિદાન અને એકતાનું પ્રતીક છે. આવો, આપણે દરેકના દિલમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવી, તિરંગાને ગૌરવભેર લહેરાવીએ તેવી નેમ સાથે પોતાની ફરજ દરમિયાન કંડક્ટર મિત્રો દ્વારા મુસાફરોને પણ તિરંગાનું વિતરણ કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!