GUJARATJUNAGADHKESHOD

કેશોદ ખાતે રૂ.૬૧ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરાયો…

કેશોદ ખાતે રૂ.૬૧ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરાયો...

કેશોદ પ્રાંત કચેરી હેઠળના કેશોદ, માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે. આમ કેશોદ, માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો.કેશોદ પ્રાંત અધિકારી વંદના મીણા, પોલીસ અધિક્ષક બી સી ઠક્કર, ડીવાયએસપી કોડીયાતર ની ઉપસ્થિતિમાં કેશોદ કેશોદ, માંગરોળ,માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો વિશાળ જથ્થો અંદાજે ૨૫૦૦ જેટલી જુદી જુદી બ્રાન્ડની બોટલો અંદાજીત કિંમત રૂપિયા ૬૧,૧૨,૦૦૦/- નો નાશ કરાયો હતો. કેશોદના ભરડીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં બોટલોને પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આમ, ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી તો છે, પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે. કેશોદ પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!