BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વરેડીયા નજીક ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, વાહનોની લાંબી કતારો જોવા મળી હતી…


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ આજરોજ સવારના સમયે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય વરેડીયા નજીક આવેલી ભૂખી ખાડીના બ્રિજ પર માર્ગ પર ખાડા પડી જવાના કારણે વાહનો મંથર ગતિએ ચાલી રહ્યા હોવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. તંત્ર દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે એવી વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે.



