
તા.૦૩.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં સોશ્યલ મીડિયાના માધ્યમથી બાળ લગ્ન રોકવામાં આવ્યા
આજના સમયમાં સોશિયલ મીડિયાનું વ્યાપ જે મુજબ વધી રહ્યું છે તે જગ જાહેર છે.લોકો માત્ર સોશિયલ મીડિયાના નકારાત્મક પાસા પર વધારે વાત કરે છે પરંતુ અમુક વખત આજ સોશિયલ મીડિયા હકારાત્મક પણ સિદ્ધ થાય છે.એવો જ દાખલો દાહોદ જિલ્લામાં જોવામાં આવેલ બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ વિશે કરેલ કામગીરી ની માહિતી વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવે છે. જેનાથી પ્રેરાઈને એક જાગૃત દ્વારા લીમખેડા તાલુકાના જાદા ખેરીયા ગામમાં મધ્ય પ્રદેશ ના ભાભરા (ચંદ્રશેખર આઝાદ નગર) થી તારીખ ૦૯.૦૫.૨૦૨૫ના રોજ જાન આવનાર છે તથા સગીર બાળકી ના થનાર સંભવિત બાળ લગ્ન વિશે માહિતી આપવામાં આવેલ. જે અંગે સંજ્ઞાન લઈ તાત્કાલિક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સૂચનો અને માર્ગદર્શન મેળવી પી.ઓ શ્રી એસ.પી.રાઠોડ ના નેતૃત્વ માં જિલ્લા બાળ સુરક્ષા એકમ ના કર્મચારીઓ તથા પોલીસ વિભાગ ને સાથે રાખી સ્થળ મુલાકાત લઈ સંભવિત લગ્ન કરનાર બાળકીના પિતા નું સંપર્ક કરવામાં આવેલ અને લેખિતમાં નિવેદન લઈ લગ્ન મોફુક રાખવાની બાહેંધરી લઈ લગ્ન અટકાયેલ છે





