GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર પંથકમાં હવે થશે ડ્રોન આધારીત ખેતી

 

*જિલ્લાના ખેડૂતો અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ થકી ખાતરના છંટકાવ અંગેની યોજનાનો લાભ લઈ શકશે*

*યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર આગામી તા.૨૮-૨-૨૦૨૫ સુધીમાં અરજી કરી શકાશે*

જામનગર (ભરત ભોગાયતા)

રાજ્ય સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ પર રાજ્ય સરકાર દ્વારા પુરુસ્કૃત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન)” ના ઉપયોગ મારફત પાક સંરક્ષણ રસાયણ, નેનો યુરીયા, FCO માન્ય પ્રવાહી ખાતરો અને જૈવિક ખાતરોના છંટકાવ માટેની યોજનાનો ખેડુતો લાભ લઇ શકે તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી ઘટક માટે અરજીઓ મેળવવાની થાય છે.

રાજ્ય સરકાર દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે આઇ-ખેડુત પોર્ટલ ગત તારીખ.૦૩/૦૭/૨૦૨૪ થી તારીખ.૨૮/૦૨/૨૦૨૫ સુધી ડ્રોન ટેક્નોલોજીમાં ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સદર યોજનામાં નાણાંકીય સહાય ડ્રોનના ઉપયોગ પર એટલે કે ડ્રોન ઉપલબ્ધ કરાવનાર સર્વિસ પ્રોવાઇડરના એકરદીઠના ભાડા પર આપવામાં આવે છે જેની માર્યાદા એકરદીઠ રૂ. ૫૦૦/- અથવા ખર્ચના ૯૦% બે માંથી જે ઓછુ હોય તે તથા ખાતા દીઠ વધુમાં વધુ પાંચ એકરની માર્યાદામાં સહાય આપવામાં આવે છે.ડ્રોન સર્વિસ પ્રોવાઇડરની સંપર્ક નંબર સાથેની યાદી આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ કરાવેલ છે. ખેડુત મિત્રોને સદર સર્વિસ પ્રોવાઇડરોનો જુથમાં સંપર્ક સાધવા માર્ગદર્શિત કરવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (વિ.) તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત જામનગર દ્વારા જણાવાયું છે.
00000

bgbhogayata

gov.accre.Journalist

8758659878

Back to top button
error: Content is protected !!