ચાંપાનેર પ્રાથમિક શાળામાં શ્રી હાલોલ જૈન સંઘ તેમજ પાવાગઢ ગુંજન પરિવાર દ્વારા વ્યસન મુક્ત અને હિંસા મુક્તિ અભિયાનનું આયોજન કરાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૮.૨૦૨૪
હાલોલ તાલુકાના ચાંપાનેર પ્રાથમિક શાળા ખાતે 15 ઓગસ્ટના રોજ શ્રી હાલોલ જૈન સંઘ તેમજ પાવાગઢ ગુંજન પરિવાર દ્વારા વ્યસન મુક્ત અને હિંસા મુક્તિ અભિયાનનું આયોજન નાયબ મામલતદાર અને પાવાગઢના સર્કલ ઓફિસર મુકેશભાઈ પઢીયાર તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.સુપ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢ તીર્થ ખાતે ચાંપાનેર પ્રાથમિક શાળામાં શ્રી હાલોલ જૈન સંઘ અને પાવાગઢ ગુંજન પરિવાર દ્વારા હિંસા મુક્ત વિશ્વ અને વ્યસન મુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માંસાહારના સેવનથી તન,મન ને કેટલી હાનિ પહોંચે છે.અને હિંસામુક્ત વિશ્વ માટે શાકાહાર કેટલો ઉપયોગી છે.તેનું પ્રદશર્ન કરવામાં આવ્યું હતું.પ્રદર્શનમાં સમગ્ર વિશ્વ ના અનેક તત્વચિંતકો,મહાપુરુષો, માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવતા તેમના જીવનમાં કેવું અદ્ભૂત પરિવર્તન આવ્યું છે.તેનું સચિત્ર દર્શન આ કાર્યક્રમમા કરાવવામાં આવ્યું હતું.સાથે સાથે વ્યસન મુક્તિથી જ સશકત રાષ્ટ્રનું નિર્માણ થશે એની સચોટ માહિતી મુંબઈ થી ખાસ પધારેલ હર્ષ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું.પાવાગઢ ગુંજન પરિવાર પાવાગઢ ક્ષેત્ર ના બાળકો માં શિક્ષણ ની સાથે સંસ્કાર વૃદ્ધિ થાય બાળકો માં સુંદર સંસ્કરણ નિર્માણ થાય તેવા શુભ આશય સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ ને સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પછી મણિભદ્ર જીવદયા ગ્રુપ દ્વારા અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.જયારે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલનમાં કિરણ દુગ્ગડ,રાકેશ સંઘવી, અક્ષય બાગ્રેચા ,દીક્ષિત ધોકા નો વિશેષ સહયોગ રહ્યો હતો.







