
ઝઘડિયા તાલુકાના નવાઅવિધા ગામે પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ રતનપુર ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરી 


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ નવાઅવિધાના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ગામમાં રોડ રસ્તા, ગટર લાઈન, બ્લોક તેમજ સ્ટ્રીટ લાઇટ ની સુવિધાઓ આપવાma આવતી નથી જેથી ગ્રામજનો એકત્રિત થઈ રતનપુર ગ્રામ પંચાયત ખાતે તલાટીને લેખિતમાં રજૂઆત કરી હતી, ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક માસમા અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરીશું ત્યારે ગ્રામજનોની રજૂઆત બાદ રતનપુરના તલાટી કમ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનો ની રજૂઆત ધ્યાને લઈ તેઓ ની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવામાં આવશે, હવે જોવું રહ્યું કે ૩૦ દિવસમાં ગ્રામજનોના વિકાસના કામોનિ માંગ સંતોષવામાં આવે છે કે નહી,
ઈરફાનખત્રી
રાજપારડી



