
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા મથકે તાલુકા સેવાસદન,તાલુકા પંચાયત કચેરી,સિવિલ કોર્ટ સહિતની વિવિધ સરકારી કચેરીઓ આવેલી હોય જેને લઇને કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ,અધિકારીઓ અને અરજદારો શિનોર થી સાધલી ને જોડતાં સ્ટેટ હાઇવે માર્ગ નો વધુ ઉપયોગ કરતા હોય છે,તેવામાં શિનોર થી સુરાશામળ જવાના માર્ગ પર આવેલ નાળા પર એક મસમોટો ભૂવો પડ્યો છે,જેને લઇને ત્યાંથી પસાર થતા ભારદારી વાહનો કે જેઓ માલસર – અસા નર્મદા બ્રિજ પરથી પસાર થતાં વાહનોનો વધારે ધસારો હોય વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ પર પડેલ ભૂવો પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે


