HIMATNAGARSABARKANTHA

*હિંમતનગર ડિફેન્સ એકેડેમીનુ ગૌરવ ઇન્ડિયન આર્મી અગ્નિવિર 2024-25 ભરતીમાં ફાઇનલ સિલેક્શન મેળવનાર 43 ઉમેદવારો નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો.*

અહેવાલ :- પ્રતિક ભોઈ

*હિંમતનગર ડિફેન્સ એકેડેમીનુ ગૌરવ ઇન્ડિયન આર્મી અગ્નિવિર 2024-25 ભરતીમાં ફાઇનલ સિલેક્શન મેળવનાર 43 ઉમેદવારો નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો.*

હિંમતનગર ડિફેન્સ એકેડેમી દ્વારા તારીખ 13/04/2025 રવિવારના રોજ એકેડેમી માથી ટ્રેનિંગ મેળવી સફળ થયેલા આર્મી અગ્નિવીરોના ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન શિશપાલસિંહ ગુસેન ( Ex Army Para Commando) , સંચાલક શ્રી *યોગેન્દ્રસિંહ ઝાલા* ( ટ્રસ્ટી શ્રી શક્તિ કૃપા સેવા ટ્રસ્ટ) , સંચાલક શ્રી *નુતનસિંહ ઝાલા* ( on duty para commando) , સંચાલક શ્રી *સંકેતભાઈ દરજી* (એકેડેમી મુખ્ય લેક્ચરર), સંચાલક શ્રી *વિશ્વજીતસિંહ ઝાલા* ( એકેડેમી ફિઝિકલ ટ્રેનર) દ્વારા જાગા સ્વામી ભવન હિંમતનગર માં કરવામાં આવ્યું.
આ ગૌરવવંતા સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા (માન સાંસદ શ્રી સાબરકાંઠા અરવલ્લી) , શ્રી વિનેન્દ્રસિંહ ડી ઝાલા (માન. ધારાસભ્ય શ્રી હિંમતનગર), શ્રી હિતેશદાન ગઢવી રોજગાર અધિકારી શ્રી સાબરકાંઠા, હાજર રહ્યા તથા વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સવજીભાઈ ભાટી ઉપ-પ્રમુખશ્રી હિંમતનગર નગરપાલિકા, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ પ્રમુખશ્રી તાલુકા સંગઠન હિંમતનગર, શ્રી ભવરસિંહ ચૌહાણ મહામંત્રી શ્રી તાલુકા સંગઠન હિંમતનગર, શ્રી ભગીરથસિંહ ઝાલા મહામંત્રી શ્રી તાલુકા સંગઠન હિંમતનગર, શ્રી કુલદીપભાઈ પાઠક પ્રમુખ શ્રી શહેર સંગઠન હિંમતનગર, શ્રી હિતેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી તાલુકા પંચાયત હિંમતનગર, શ્રી ભારતસિંહ ઝાલા ઉપપ્રમુખશ્રી કિસાન મોરચા, શ્રી વિનોદસિંહ ઝાલા ઉપપ્રમુખશ્રી જિલ્લા યુવા મોરચા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા સૌ સાથે મળીને હિંમતનગર ડિફેન્સ એકેડેમી માથી ટ્રેનિંગ મેળવી સિલેક્શન મેળવનાર 43 આર્મી અગ્નિવીર ઉમેદવારોનું શુભેચ્છા શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા (માન સાંસદ શ્રી સાબરકાંઠા અરવલ્લી) તેમજ શ્રી વિનેન્દ્રસિંહ ડી ઝાલા સાહેબ ( માન. ધારાસભ્ય શ્રી હિંમતનગર) દ્વારા વિશેષ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું જેમાં સિલેક્ટ થયેલ અગ્નિવીર જવાનો તેમજ એકેડેમી માં તૈયારી કરી રહેલા ઉમેદવારોને અગ્નિવીર ની તૈયારી માટે મોટિવેશન તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!