NARMADA

ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામે પ્રાથમિક શાળામાં બનતા ઓરડા ના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગામ લોકો ની કકળાટ.!

તાહિર મેમણ : બ:-.ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામે નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ચાલી રહેલા બાંધકામ માં ભ્રષ્ટાચાર થતો હોવાની ગ્રામજનોની રજૂઆત ધારાસભ્ય સહિત આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લઇ હાલ પૂરતું કામને મોફુક રાખવામાં આવ્યું.

કમ્પાઉન્ડ વોલ સહિત રસોડાના ઓરડાઓ ના બાંધકામ માં પાયાનું ખોદકામ ઓછા પ્રમાણમાં કરી ચણતર ઊભું કર્યું હોવાની ગામ જનોની રજૂઆત

ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામે પ્રાથમિક શાળામાં હાલ ૩૦૦ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે સંદર્ભે હાલ કંપાઉન્ડવોલ રસોડાના ઓરડા બાથરૂમ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું બાંધકામ સહિત સામાન વાપરવામાં આવે છે જોકે થોડા દિવસ અગાઉ નેત્રંગ ખાતે એક સરકારી ઓરડામાં સત તૂટી પડવાના કારણે બે વિદ્યાર્થીનીઓ ને ગંભીર ઈજા થઈ છે જે સંદર્ભે વાલી અને ગામજનો ની ચિંતા ને પ્રાધાન્ય આપી દેવાના ધારાસભ્ય ચૈત્ર વસાવા તરત ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હાલ પૂરતું કામને મોફુક રાખવામાં આવ્યું હતું

Box.
:-. સામરપાડા ગામના સામાજિક આગેવાન શાંતિલાલ વસાવા એ જણાવ્યું હતું કે મારા ગામમાં 300થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે સંદર્ભે અમને ચિંતા થાય છે કે આવી હલકી કક્ષાની કામગીરીથી આવનારા દિવસોમાં કંઈ અઘટિત ઘટના ન બને એ માટે ચિંતા થાય છે કોન્ટ્રાક્ટર કે અધિકારી તો કામના નામે કટકી કરી લેશે પરંતુ ગામના બાળકોનું ભવિષ્ય શું? જે બાબતે ચિંતા થાય છે અને કામ બંધ કરવામાં આવે અને ગુણવત્તા જળવાઈ પછી જ કામ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે એવું જણાવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!