પંચમહાલમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ: ગોધરા સહિતના અનેક તાલુકાઓમાં વધતા તાપમાન વચ્ચે સાવચેતી રાખવી જરૂરી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવનો પ્રકોપ વધતા ગોધરા, શહેરા, હાલોલ અને મોરવા હડફ સહિતના વિસ્તારોમાં ભારે ગરમી અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે જિલ્લાનું સરેરાશ તાપમાન 40°C ને પાર પહોંચતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. આવી સ્થિતિમાં ગરમી અને લૂ થી બચવા માટે નાગરિકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ કે લીંબુ શરબત જેવા પ્રવાહીનું સેવન કરવું હિતાવહ છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ અને જો બહાર નીકળવું અનિવાર્ય હોય તો માથું રૂમાલ કે ટોપીથી ઢાંકીને રાખવું જોઈએ જેથી હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓથી સુરક્ષિત રહી શકાય.







