અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોટી મોયડી થી ઢેમડાં જવાના રસ્તે આવતી વાત્રક નદી પર પુલ ના અભાવે લોકો પરેશાન,ગ્રામજનો અને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલ નું કામ શરૂકરી તંત્ર ને પડકાર ફેંક્યો છે
કોઈપણ નદી વાંધા કે કોતરો હોય ચોમાસા દરમિયાન ભારે પાણી ની આવક થતી હોય છે પુર ની સ્થિતિ પણ પેદા થતી હોય છે ત્યારે નદી ના બંને તરફ ના લોકો ને અવરજવર કરવા વાહનો ને આવવા જવા અને ખેડુતી અને આમ જનતા ને પોતાના કામકાજ અર્થે જવા નદીઓ પર પુલ બનાવવા માં આવે છે જેથી નદી ની બંને તરફ ના ગામો ની જનતા ને સુલભ રહે ત્યારે મેંઘરજ ના અંતરિયાળ રાજસ્થાન સરહદે આવેલ મોટી મોયડી થી ઢેમડાં જવાના રસ્તે આવતી વાત્રક નદી પર પુલ ના અભાવે દર ચોમાસે બે મહિના બંને તરફના લોકો ના વ્યવહાર કામકાજ અટકી જાય છે તંત્ર દ્વારા પુલ ના બનાવતા ગ્રામજનો અને સરપંચ દ્વારા શ્રમદાન કરી નદીમાં પુલ નું કામ શરૂકરી તંત્ર ને પડકાર ફેંક્યો છે
મેઘરજ ના અંતરિયાળ અને રાજસ્થા સરહદે આવેલ એવા મોટી મોયડી ગામ થી ઢેમડાં ગામ વચ્ચે વિશાળ વાત્રક નદી આવે છે વાત્રક નદી ઓળંગી ને મોયડી ગામ ના ખેડૂતો ની લગભગ 250 વિઘા કરતા વધુ જમીન ઢેમડાં ગામે આવેલી છે એટલે દરરોજ ખેડૂતો ને ખેતીકામ માટે નદીમાં થઈ ને ઢેમડાં જવું પડે એ સિવાય રાજસ્થાન ના 25 કરતા વધુ ગામ ના લોકો ને અવર જવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડેછે એજ રીતે વાત્રક નદી ને પેલે પાર આવેલ ઢેમડાં ગામ ના લોકો નો તમામ વ્યવહાર મોટી મોયડી ગામ સાથે છે સસ્તા અનાજ ની દુકાન,વિદ્યાર્થીઓ ને હાઈસ્કૂલ ,દૂધ ડેરી, સહકારી બેન્ક ,પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર,આ તમામ સુવિધા મોટી મોયડી ગામે છે ત્યારે દર ચોમાસે જ્યારે જ્યારે નદીમાં પુર આવે ત્યારે બને તરફ ખેડૂતો વિદ્યાર્થીઓ અને આમ જનતા બે માસ સુધી સંપર્ક વિહોણા બને છે
આ સમસ્યા આજની નથી આઝાદી ના આટલા વર્ષો થયા ગામના વડીલો અગ્રણીઓ આ બાબતે તંત્ર માં રજુઆત કરી ને થાક્યા છે પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવા માં નથી આવતો અને દર ચોમાસે ગ્રામજનો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે છેવટે બંને તરફ ના ગ્રામજનો એકઠા થયા સરપંચ ને પણ રજુઆત કરી અને પોતાની જાતે શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલ નું કામ શરૂ કરવા નો નિર્ણય કર્યો ગામ ના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેસીબી લાવી ને વાત્રક નદી ના પટ માં કાંકરો લાવી પુરણ શરુ કર્યું ગામની મહિલાઓ ખેડૂતો સહિત તમામ લોકો એ જાતે શ્રમદાન કર્યું ,નદીમાં નાખવા ના ભૂંગળા પણ માગી લાવ્યા અને ચોમાસુ ખેતી ,બાળકો નો અભ્યાસ અને આમ જનતા નું વ્યવહારિક કામકાજ ના બગડે એ માટે પુલ નું કામ શરૂ કર્યું ,આટલા વર્ષો બાદ પણ ગ્રામજનો ને પુલ ની સુવિધા ના મળતા તંત્ર સામે પડકાર રૂપ શ્રમદાન દ્વારા ગામલોકો એ કામ શરૂ કર્યું છે ત્યારે ગ્રામજનો નું શ્રમદાન જોઈ તંત્ર જાગે અને વાત્રક નદી પર પુલ બનાવી આપે એવી માગ કરી છે