
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી, પીવાના પાણીની પાઈપલાઈન ભંગાણથી દુકાનદારને નુકસાન
મેઘરજ ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. પીવાના પાણીની પાઈપલાઈન ભંગાણના કારણે સ્થાનિક દુકાનદારને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પંચાયતની બેદરકારીને કારણે દુકાનદારને અંદાજે રૂ.૧૦ હજારનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મેઘરજ ખાતે આવેલી શાંતિનાથ હાર્ડવેરની અંડરગ્રાઉન્ડ દુકાનમાં પાણી ભરાઈ જતાં સામાનને નુકસાન પહોંચ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની પાઈપલાઈન ભંગાણની સમસ્યા યથાવત રહી છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તેવા આક્ષેપો સામે આવ્યા હતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે યુજીવાસીએલ દ્વારા વિજપોલ નાખવાની કામગીરી દરમ્યાન પીવાના પાણીની પાઈપલાઈનને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે પાણી લીકેજ શરૂ થયું અને ધીમે ધીમે દુકાનમાં પાણી ભરાયું.દુકાનદાર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો તાત્કાલિક નિકાલ ન થતાં ભારે રોષ વ્યાપ્યો છે. દુકાનદારે પંચાયત અને સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક યોગ્ય નિકાલ કરવાની માંગ છે





