
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના તળેટી વિસ્તારમાં આવેલ વાંવદા ગોળસ્ટા વચ્ચે દમણ ગંગા વેર -2 વિભાગ દ્વારા નવ નિર્માણ કરેલ ચેકડેમમાં પાણીનો ફુગાવોનો ધારાધોરણ ન જળવાતા ચેકડેમનું પાણી માર્ગ ઉપર ફરી વળતા વાવદાથી ભવાનદગડ જતો માર્ગ છેલ્લા ત્રણ દિવસથી ઠપ્પ થઇ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે…
મળતી માહિતી મુજબ આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા સતી વાંવદાથી ગોળસ્ટા વચ્ચે ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં ચેકડેમ નિર્માણ દરમિયાન સબમાર્જીન એરિયાનો સર્વે કર્યા વગર કચેરીમાં બેઠા બેઠાજ ચેકડેમનું સ્થળ નક્કી કરી ઇજારદારને બનાવવા આપી દેતા ઇજારદારે મનસ્વી રીતે બનાવી દેતા ચેકડેમમાં પાણી ભરાઈ જતા 10 ગામોને જોડતો મહત્વનો માર્ગ જ છેલ્લા 4 દિવસથી ખાપરીનાં વહેણમાં ગરકાવ થઇ જતા રોજબરીજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ , કર્મચારીઓ સહીત દૂધ ,શાકભાજી લઇ જતા ખેડૂત પશુપાલકો ને ભારે હાલાકી વેઠવી પડે છે,જયારે કેટલાક વાહન ચાલકો દમણ ગંગાનાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે જીવ જોખમમાં મૂકી વાહન હંકારવા મજબુર બન્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે વાંવદા ગોળસ્ટા વચ્ચે નીર્માણ થયેલ ચેકડેમમાં ઇજારદાર દ્વારા વ્યાપક ગેરરીતિ આચરાતી હોવાની અખબારમાં અહેવાલ છપાયા બાદ પણ તંત્ર એ કોઈ કાર્યવાહી ન કરતા હાલ દમણ ગંગા વિભાગના અધિકારીઓના બેદરકારી ને પગલે ભવાનદગડ થી નાનાપાડા ને જોડતા આ મહત્વનો આખો માર્ગ ખાપરી નદીમાં ગરકાવ થયો છે.ત્યારે માત્ર ઓફિસમાં પડ્યાપાથર્યા રહેતા જિલ્લાવિકાસ અધિકારી રાજ સુથાર આળસ ખંખેરી આહવાનાં તળેટી વિસ્તારના ગોળસ્ટા ગામની મુલાકાત લઇ લોકોને પડતી મુશ્કેલીમાંથી ઉગારે તે જરૂરી છે..




