ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ત્રણ સંતાનો હોવાને કારણે બાંઠીવાડા ગ્રામ પંચાયતના સભ્ય ને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ત્રણ સંતાનો હોવાને કારણે બાંઠીવાડા ગ્રામ પંચાયતના સભ્ય ને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 2ના સભ્ય મુકેશભાઈ ફતાભાઈ ડામોરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ત્રણ સંતાનો હોવાના કારણે ગ્રામ પંચાયત અધિનિયમ મુજબ તેમની સભ્યપદ અયોગ્ય જાહેર કરાઈ છે.નિયમ મુજબની આ કાર્યવાહી બાદ ગામમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. કેટલાક લોકોએ આ નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે તો કેટલાકે તેને અણગમતો ગણાવ્યો છે. સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ મુદ્દે ઉથલપાથલ જોવા મળી રહી છે.

અરજદાર ભરતભાઈ ભલાભાઈ ડામોર રહે લાલકુપા તેવોની તા 26/06/2025 ની અરજીથી બાંઠીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય મુકેશભાઈ ફતાભાઇ ડામોર ને 3 બાળકો ધરાવતા હોઇ હોદા ઉપરથી દુર કરવા બાબતની રજુઆત કરેલ હતી સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ ને એક પુત્ર અને બે – પુત્રીઓ હોવાથી એમ કુલ-3 સંતાનો નો જન્મ 4/8/2005 પછીનો હોય ગુજરાત પંચાયત અધિનીયમ 1993 ની કલમ-30 (ત) મુજબ બે કરતા વધુ બાળક ધરાવતા હોઈ ગેરલાયકાત ધરાવતા હોઇ ગ્રા.પં ના સભ્ય તરીકે ચાલુ રહી શકે નહિ. જેથી તેમને બાંઠીવાડા ગ્રૂપ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવતા હોવાનો હુકમ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!