ANANDANAND CITY / TALUKOGUJARATUMRETH

ઉમરેઠ રોડ ઉપર જય અંબે હોટલની બાજુમાં ગેસ પાઇપ પ્લાન લીકેજ થતાં જાગૃત નાગરિકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

ઉમરેઠ રોડ ઉપર જય અંબે હોટલની બાજુમાં ગેસ પાઇપ પ્લાન લીકેજ થતાં જાગૃત નાગરિકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

તાહિર મેમણ – આણંદ – 12/08?2024- જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવેલ ફોન કોલ્સ ની ૧૫ મિનિટમાં જ ડીઝાસ્ટર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગેસ પાઈપ લાઈનના લીકેજને બંધ કરાવ્યુ ખંભોળજ થી ઓડ તરફ જતા રસ્તા ઉપર આવેલ જય અંબે હોટલની બાજુમાં તાજેતરમાં જેસીબી થી રોડની બાજુમાં ખોદકામ કરતાં સમયે જમીનની અંદરે રહેલી ગેસ પાઇપલાઇનમાં ઉપર વાગવાથી પાઈપલાઈનમાં મોટું કાણું પડતાં તેમાંથી ગેસ ફૂવારા સ્વરૂપે ઉપરની બાજુએ ઉડવા લાગ્યો હતો.

વાહન વ્યવહાર અને લોકોની સતત અવર જવરથી વ્યસ્ત આ રોડ ઉપર આવી દુર્ઘટના ઘટતા તુરત જ ત્યાં ઉપસ્થિત એક જાગૃત નાગરિક દ્વારા એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવતા કલેકટરશ્રીએ તુરંત જ જિલ્લાના ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લેવા જણાવ્યું હતું. કલેકટરશ્રી દ્વારા મળેલ સૂચના બાદ તુરંત જ ડીઝાસ્ટરની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ અને ચરોતર ગેસની ટીમ ઘટના સ્થળે પહોંચીને ફૂવારા સ્વરૂપે ઉડતા ગેસને બંધ કરી પાઈપલાઈનમાં જરૂરી સમારકામ કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

આ સમયે ઉમરેઠ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને તેમની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને કોઈપણ જાનહાનિ થાય તે પહેલા ગેસની પાઇપલાઇનને તાત્કાલિક ધોરણે લીકેજિસનું રીપેરીંગ કામ કરવામાં આવતા મોટી જાનહાની થતી અટકી હતી.

જાગૃત નાગરિકની સતર્કતાના કારણે મોટી જાનહાનિ અટકતા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જાણકારી આપનાર નાગરિકને અભિનંદન પાઠવ્યા હતા.

આ બાબતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, મને આ બાબતની જાણ થતા એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મેં કલેકટર સાહેબને જાણકારી આપી હતી અને તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને ચરોતર ગેસની ટીમ ઘટના સ્થળે આવી જતા ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું તેથી કોઈ જાનહાનિ થઈ નહીં અને મોટી જાનહાનિ થતા રહી ગઈ આમ આ દુર્ઘટના ટળી જેનો મને આનંદ છે.

Back to top button
error: Content is protected !!