TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક ટ્રક ટેન્કરે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

TANKARA:ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક ટ્રક ટેન્કરે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક રીક્ષામાં જઈ રહેલા શ્રમિક પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યા ટ્રક ટેન્કરે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક સહિત શ્રમિક પરિવારના પતિ પત્ની તથા તેમના પુત્રને ઇજાઓ પહોંચી હતી., જે પૈકી તેમના પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના પિતા ટ્રક-ટેન્કર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી લેવા આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ભુજ-માધાપર હાઇવે ઉપર ઇન્ડિયન ગેસ ગોડાઉન પાસે ઝૂંપડામાં રહેતા હાલ મોરબીના રાજપર ગામે આવેલ ફોરમ કંપનીમાં રહેતા પ્રકાશભાઇ પરશોતમભાઇ વાઘેલા ઉવ.૩૯ ગત તા. ૨૫/૦૯ના રોજ તેમની પત્ની બબીબેન તથા પુત્ર વીર સાથે મનસુખભાઈની રીક્ષા રજી.નં. જીજે-૦૩-એડબલ્યુ-૦૪૪૧માં જઇ રહ્યા હોય તે દરમિયાન ટંકારાના લતીપર રોડ ઉપર ઓટાળા ગામ નજીક ટ્રક-ટેન્કરના ચાલકે પોતાનું ટેન્કર પુરગતિએ ચલાવી ઉપરોક્ત રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, અકસ્માત સર્જી ટ્રક-ટેન્કર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે આ હિટ એન્ડ રન અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ કારણે પ્રકાશભાઈના પુત્ર વીરનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પ્રકાશભાઈ તથા તેમના પત્ની બબીબેન તેમજ રીક્ષા ચાલક મનસુખભાઈને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ત્યારે પોલીસે અજાણ્યા ટ્રક-ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











