ડુમા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા, કુમા મોટા ફળિયામાં પારુલ આયુર્વેદ હોસ્પિટલ, લીમડા (વાઘોડિયા) દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ તારીખ 14-12-2025, રવિવારના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાયો હતો આ કેમ્પનું આયોજન મક્ષી ફાઉન્ડેશન અને ચાણક્ય ફાઉન્ડેશનના તેના પ્રમુખ રિંકુ બેન રાઠવાના સહયોગથી તેમજ ફેકલ્ટી ઓફ આયુર્વેદ અને પારુલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મેડિસિન, પંચકર્મ, સ્ત્રીરોગ, શલ્ય (સર્જરી), બાળરોગ તથા આંખના રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા માટે ડુમા ગામના સરપંચ મહેન્દ્રભાઈ બારીયા સહિત યોગેશભાઈ બારીયા, ગીતાબેન બારીયા, વિક્રમભાઈ બારીયા,કલ્પેશભાઈ બારીયા, સંજયભાઈ બારીયા,હસમુખભાઈ બારીયા,જયેન્દ્રભાઈ બારીયા, નવલસિંહભાઈ બારીયા તથાભુપેન્દ્રભાઈ બારીયા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો.તેમજ ઋષિ ફાઉન્ડેશનના પ્રમુખ દીપક કુમાર રાઠવા દ્વારા પણ કેમ્પના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી.આયુર્વેદિક પદ્ધતિ દ્વારા રોગોના મૂળ કારણને આધારે સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડુમા ગામ તથા આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો. આયોજકો દ્વારા આગામી સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં આવા નિઃશુલ્ક આરોગ્યલક્ષી કેમ્પો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.