કચ્છ જિલ્લા ભીમ આર્મી દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસ.પી.કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ
ગાંધીધામ,તા-૨૬ ફેબ્રુઆરી : કચ્છ જિલ્લા ભીમ આર્મી (ભારત એકતા મિશન) દ્વારા ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ એસ.પી. કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં એટ્રોસિટી એક્ટ અને દારૂબંધીના અમલીકરણ તથા ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂના હાટડાઓ બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી.ભીમ આર્મી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદો લેવામાં આવતી નથી. એટ્રોસિટી એક્ટના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવતી નથી, અને જો ધરપકડ થાય તો તેઓને સરળતાથી આગોતરા જામીન અથવા ટેબલ જામીન મળી જાય છે. પૂર્વ કચ્છ પોલીસ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો અમલ યોગ્ય રીતે થતો નથી, અને ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે.આ મુદ્દાઓ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને ભીમ આર્મી દ્વારા સત્વરે આ મુદ્દાઓનો નિરાકરણ નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં બહોળી સંખ્યામાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર માહિતી ભીમ આર્મીના કચ્છ જિલ્લા પ્રમુખ મોહનભાઈ સીજુએ આપી હતી.