GUJARATKHERGAMNAVSARI

ખેરગામ ગ્રામ પંચાયત પર વેણ ફળિયાના રહીશો દ્વારા હલ્લા બોલ જેવી પરિસ્થિતિ સર્જાઈ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ વિસ્તારમાં ભારે વિવાદિત બનેલી કચરાની બાબત લઈને વેણ ફળિયાના રહીશોઓ ગ્રામ પંચાયત પર આવી સરપંચને અનેકો સવાલો ઉઠાવતા સરપંચ અને ગામના રહીશો વચ્ચે ગરમા ગરમી મહોલ બન્યો હતો વેણ ફળિયાના રહીશોની એક જ માંગ ઉઠી છે જ્યાં કચરો ભેગો થાય છે ત્યાં જ ગામસભા બોલાવવાની અને ગ્રામસભા બોલાવવાની તારીખની માંગણી કરી હતી. જો તમે ગ્રામસભાની તારીખ નહીં આપો તો ત્યાં સુધી ડમ્પીંગ સાઈડ પર જે કચરો આવે છે એ કચરો નાખવાનો પણ બંધ કરો. અને ખેરગામ ગ્રામ પંચાયતના દરેક વોર્ડમાં એક દિવસો કચરો નાખવામાં આવે આવી ઉગ્ર રજૂઆત થતા ગ્રામ પંચાયત તોફાની બની ગઈ હતી ગ્રામ પંચાયત તોફાની બનતા કોઈ ઉગ્ર બનાવ ન બને તે માટે પોલીસો પણ આવી પહોંચી હતી આ વાત દરમિયાન વેણ ફળિયાના આગેવાન નવીનભાઈ પટેલ દ્વારા ફરીવાર અરજી આપવામાં આવી હતી જેમાં ગામ સભા બોલવાની માંગ કરી છે એ માંગમાં કોઈ ઉપરી અધિકારીને બોલાવવાની પણ માંગણી નથી કરવામાં આવી તેને ધ્યાનમાં લઈને ગામસભાની માંગણી કરવામાં આવી હતી. વેણફળીયા ના રહીશોએ સરપંચ ને આશરે કેટલા સમયમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે એમ પૂછતાં સરપંચ શ્રી એ કોઈ સ્પષ્ટતા ન કરી જણાવ્યું હતું કે જો ગ્રામ સભાનું આયોજન કરવામાં આવે તો કચરો નાખવાનું બંધ કરવાનો ઠરાવ કરાવવા માં આવે અને જો તેમ થાય તો અમારી ખુરશી બીજા દિવસે જ જાય એમ જાહેરમાં ચર્ચા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું. એટલે સરપંચ ગ્રામ સભા નું આયોજન કરવા માગતા ન હોય તેવું સ્પષ્ટપણે દેખાય રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે વેણફળિયા ના રહીશો આગળ શું કરી શકે છે.

Back to top button
error: Content is protected !!