MORBI:મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદનો ખાર રાખી આઘેડ માર માર્યો

MORBI:મોરબીના સોખડા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદનો ખાર રાખી આઘેડને માર માર્યો
મોરબી તાલુકાના સોખડા ગામના ન્યાય સમિતિના ચેરમેને લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરતા આ ફરિયાદનો ખાર રાખી 11 આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા રમેશભાઈ ખીમાભાઈ મકવાણાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય જેનો ખાર રાખી આરોપી ,મનસુખભાઈ લાભુભાઈ સુરેલા , મેહુલભાઇ લાભુભાઇ થરેસા , અનિલભાઈ દિલીપભાઈ , અરવીંદભાઈ દિલીપભાઈ, રાકેશભાઈ દિલીપભાઈ , વિજયભાઈ રામસુરભાઈ , ૨મેશભાઈ રામસુરભાઈ , મહેશભાઈ ભીમજીભાઈ મનસુખભાઈના પતિ , દિલિપભાઇ લાભુભાઈના પત્નિ અને પ્રવિણભાઇ ભીમજીભાઈના પત્નિ રહે. બધા.સોખડા ગામ વાળાઓએ માર મારી ખિસ્સામાંથી મોબાઈલ તેમજ રોકડા રૂપિયા 5000 લઈ લઈ જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.






