MORBI:મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં આખલા ત્રાસથી રહીશો પરેશાન

MORBI:મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં આખલા ત્રાસથી રહીશો પરેશાન
એક તરફ મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓ ને પકડી પાંજરે પૂરવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ રોહીદાસ પરામાં રખડતા પશુઓ અડિંગો જમાવી ને રખડતાં નજરે પડી રહ્યા છે જેને લઈને મોરબી શહેરના રહેવાશી યુવા એડવોકેટ કાટીયા જયેશભાઇ મોતીભાઈ દ્વારા આખલાના ત્રાસમાંથી મુક્ત કરવા નગરપાલિકા કમિશનર ને લેખિતમાં રજૂઆત કરી છે
મળતી માહિતી મુજબ મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રોહીદાસ પરામાં, ગુજરાત સોસાયટીમાં રખડતા બળદ અને આખલા ઓ આ વિસ્તારમાં અવાર નવાર બે પાંચ દિવસ એક બિજા સાથે યુઘ્ધે ચડતા હોય ત્યારે આ પરિસ્થિતિ ભયંકર ઉભી થતી હોય અને ક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરવામા આવતા નથી ફોન દ્વારા જાણ કરવા છતાં અઘિકારીઓ સરખા જવાબ આપતાં નથી જેને લઈને માનવ હાની વાહનો નુકસાનનો સતત ભય સતાવતો હોય છે આ રખડતા આખલાઓ ઓ અકસ્માત સર્જે અને કોઈ ને હાની પહોંચે તે પહેલા ખરે ખરે આ પશુઓ ને પાંજરે પૂરવાની જરૂર છે







