GUJARATKUTCHMANDAVI

સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ABRSM-નખત્રાણા દ્વારા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રમેશભાઈ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૩ નવેમ્બર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની સૂચના મુજબ કચ્છ જિલ્લાના દરેક તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની જનજાતિ ગૌરવ દિવસ તરીકેની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- નખત્રાણા દ્વારા નિરોણા ગામની સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ મધ્યે ભગવાન બિરસા મુંડાના જીવન-કવનને જન જન સુધી પહોંચાડવાના આશયથી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય તેમજ માં શારદે વંદનાથી કરવામાં આવેલ હતી. મુખ્ય મહેમાનનુ શાબ્દિક સ્વાગત શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારે કરેલ હતુ. શાબ્દિક સ્વાગત બાદ પુષ્પગુચ્છ તેમજ ભગવાન બિરસા મુંડાની છબી અને તેમના જીવન કવન પુસ્તિકા વડે સરપંચ શ્રીનુ ABRSM કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ તાલુકા સંયોજક પરમાર સાહેબે સ્વાગત સન્માન કરેલ હતુ. ત્યારબાદ સરપંચશ્રીએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ. ABRSM પ્રાંત સહસંગઠન મંત્રી માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ મુખ્ય વક્તા તરીકે ભગવાન બિરસા મુંડાના જીવન-કવન, ઉપદેશ તેમજ જળ, જંગલ, જમીન તેમજ જનજાતિ ગૌરવ માટે કરેલ સંઘર્ષ તેમજ રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંરક્ષણનુ કાર્ય કરતા ધરતી આબા, મહાત્મા, સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, ધર્મગુરુ અને સંસ્કૃતિ સંરક્ષક તરીકે તેમનો સવિસ્તૃત પરિચય આપેલ હતો. આભાર વિધી પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલે કરેલ હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિ કલ્યાણ મંત્રથી ભૂમિબેન વોરાએ કરાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ મહિલા ઉપાધ્યક્ષ અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક સહ વિધાર્થીઓ જોડાયેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્રીડા ભારતી-કચ્છ વિભાગ સંયોજક તેમજ શાળાના આચાર્ય ડૉ વી.એમ. ચૌધરી સાહેબનો ખાસ સાથ સહકાર મળેલ હતો.

Back to top button
error: Content is protected !!