BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડીમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ

રાજપારડીમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ

રાજપારડી ડી.પી. શાહ વિદ્યામંદિર સ્કૂલમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની તબિયત બગડતા હોમગાર્ડઝે કરી માનવતાભરી મદદ

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ ડી.પી. શાહ વિદ્યામંદિર સ્કૂલમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે હોમગાર્ડઝના જવાનોને બંદોબસ્ત માટે ફરજ પર મુકવામાં આવ્યા હતા.આ દરમિયાન પરીક્ષા આપવા આવેલી એક વિદ્યાર્થીની ની અચાનક તબિયત બગડતા સ્કૂલ પરિસરમાં ચિંતા નો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીની તબિયત બગડતા તરત જ ફરજ પર હાજર ભાલોદ હોમગાર્ડઝ યુનિટના કમાન્ડન્ટ એસ.એસ. વસાવા તથા હોમગાર્ડઝ જવાન એસ.ટી. ભટ્ટે પરિસ્થિતિની ગંભીરતા સમજી માનવતાની ભાવનાથી તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા.બન્ને હોમગાર્ડઝ જવાનોએ વિદ્યાર્થી બહેનને સમય બગાડ્યા વિના નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેમની સમયસરની કામગીરીને કારણે વિદ્યાર્થીને ઝડપથી સારવાર મળી શકી હતી અને હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.હોમગાર્ડઝના જવાનો દ્વારા કરવામાં આવેલ આ માનવતાભર્યા કાર્યની સ્થાનિક લોકો તેમજ સ્કૂલ સ્ટાફ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં માનવ સેવા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ હોમગાર્ડઝના જવાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે.

માનવતા જ સૌથી મોટી સેવા છે – અને આ ઘટના એ વાતને ફરી એકવાર સાબિત કરે છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!