તા.૧૨.૧૦.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટા હાથીધરા ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરાઈ
દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાની ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત માં સરપંચશ્રીના હસ્તે વિકાસ રથનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી તેમજ આરોગ્ય વિભાગના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે તાલુકા પંચાયત પ્રમુખએ સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકાસ રથ થકી રજૂ કરવામાં આવેલ વિકાસની ગાથા વર્ણવતી ફિલ્મ નિહાળી હતી. છેલ્લે સૌ ગ્રામજનોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય,તાલુકા પંચાયત ચેરમેન, સરપંચ, તલાટી સહિત અન્ય અધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા