GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- આંબા તળાવ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં દિયર અને ભાભી ડૂબી જતા બંનેના મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૩.૨૦૨૫

હાલોલ તાલુકાના અંબાતલાવ ગામે નર્મદાની નહેરમાં કપડાં ધોવા ગયેલા ગીતાબેન સોલંકી નો પગ લપસી જતા તેઓ નહેરના પાણી માં ડૂબ્યા હતા, જેઓને બચાવવા પડેલા તેમના દિયર વિજય સોલંકી પણ નહેરના પાણીમાં ગરકાવ થતા દુર્ઘટનાની જાણ હાલોલ રૂરલ પોલીસ અને ફાયર ને કરવામાં આવતા બંને ની શોધખોળ બાદ બપોરે વિજય અને સાંજે ગીતાબેન ના મૃતદેહો નહેરના પાણીમાંથી મળી આવતા પરિવાર શોકાતુર બન્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના આંબાખૂટ ગામે રહેતા ગીતાબેન રવજીભાઈ સોલંકી આજે નર્મદાની મુખ્ય નહેરમાં કપડાં ધોઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓનો પગ લપસી જતા તે નહેરના પાણીમાં ડૂબ્યા હતા. ગીતાબેને બચાવ માટે બુમાબુમ કરતા નહેર પાસે ગલ્લો કરી નાનો વેપાર કરતા ભલાભાઈ એ દોડી ને ત્યાં હતા ગીતાબેન ડૂબી રહ્યા હોવાનું જોઈ તેઓએ પણ બચાવ માટે બુમાબુમ કરતા દોડી આવેલા ગીતાબેન ના દિયર વિજય રમણભાઈ સોલંકી ભાભી ને બચાવવા નહેરમાં કૂદી પડ્યો હતો.થોડી જ વાર માં બન્ને નહેરના પાણીમાં ગરકાવ થઈ જતા ભલાભાઈ દ્વારા બનાવ અંગે અન્ય લોકોને જાણ કરવામાં આવી હતી. દુર્ઘટના ની જાણ હાલોલ રૂરલ પોલીસ અને ફાયર ની ટીમ ને કરવામાં આવતા ફાયર ની ટીમે નહેરમાં બંને ની શોધખોળ શરૂ કરી હતી.જ્યારે બપોરે ભાભી ને બચાવવા પડેલા વિજય નો મૃતદેહ મળી આવ્યો હતો અને સાંજે ભાભી ગીતાબેન નો પણ મૃતદેહ મળી આવતા નાનકડું ગામમાં શોકનો માહોલ છવાયો હતો.પોલીસે બંને મૃતદેહો ને મામલતદાર ની હાજરી માં પેનલ પીએમ કરાવવા ની તજવીજ હાથ ધરી હતી. ગીતાબેનને સંતાનો માં બે દીકરા 16 વર્ષનો ધર્મેન્દ્ર અને 13 વર્ષનો રવિ છે. આંબાખૂંટ ગામ ના રમણભાઈ સોલંકી ને પરિવારમાં ચાર સંતાનો હતા જેમાં બે દીકરા એક દીકરી અને પછી દીકરો વિજય સોલંકી હતો. જેમાં બીજા દીકરા રયજી ની પત્ની ગીતાબેન પાણી માં ડૂબ્યા હતા.

Oplus_16908288

Back to top button
error: Content is protected !!