
તા.૨૭.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા તાલુકાની ૨૭૧ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૬૧૦૦ વિદ્યાર્થીઓને શાળામા પ્રવેશ અપાયો
ફતેપુરના ઢઢેલા, કનાગરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા,વટલીમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, કરોડિયા પૂર્વની પ્રાથમિક શાળામાં ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરીઓ હસ્તે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો
ફતેપુરા તાલુકાની ૨૭૧ શાળાઓમાં ૬૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો ફતેપુરા તાલુકાની કનાગરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા, ઢઢેલા, વટલીની પ્રાથમિક શાળાઓમાં તાલુકાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના હસ્તે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી પાઠ્યપુસ્તક અને દફ્તર આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.વટલી પ્રાથમિક શાળામાં ૭૨ લાખના ખર્ચે નવીન બનેલા આઠ ઓરડાનું ધારાસભ્યના હસ્તે રીબીન કાપીને લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ માટે શાળાના ઓરડા ખુલ્લા મુકવામાં આવ્યા હતા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત વિદ્યાર્થી વાલીઓ અને લોકોને સંબોધીને કહ્યું કે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે આપણે સૌવ લોકો આપણા બાળકોને ભણાવીએ ગણાવી ને હોશિયાર કરીએ સરકારની શિક્ષણ નીતિનો લાભ લે આપણા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટેનું ખાસ ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ મોકલવા કહીં તેમજ અભ્યાસ પ્રત્યે પૂરતું ધ્યાન રાખવા કહ્યું હતું સાથે પોતાના વિસ્તારમાં નો સંપૂર્ણપણે વિકાસ થાય તે દિશામાં કટિબંધ હોવાનું જણાવ્યું હતું કરોડિયા પ્રાથમિક શાળા, આઇ કે દેસાઇ હાઈસ્કુલ ,જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે સરકારના ગૃહ વિભાગના અંડર સેક્રેટરી અનિલ કુમાર ચૌધરીએ શાળાના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન તાલુકામાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, પશ્ચિમ રેલવેના સભ્ય,જિલ્લા ભાજપ મીડિયાના કન્વીનર રીતેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ , ફતેપુરાના મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, ફતેપુરા તાલુકાના બી.આર.સી મુકેશભાઈ પટેલ, તા. કે .ની ગિરવતસિંહ પુવાર, સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને પદાધિકારીઓ શાળા પ્રવેશોઉત્સવ કાર્યક્રમમાં જોડાયેલા જોવા મળ્યા હતા શાળા પ્રવેશો કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા, ધોરણ એક, ધોરણ નવ, ધોરણ ૧૧ના એમ મળી કુલ ૬૧૦૦ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફતેપુરા તાલુકાનો એક પણ વિદ્યાર્થી વય કક્ષા અનુસાર અભ્યાસથી વંચિત ન રહે તે બાબતનું ખાસ ધ્યાન રાખી વાલીઓ સાથે એસ એમ સી સભ્યો સાથે અને સી આર સી , આચાર્યો ,શિક્ષક સાથે મીટીંગ કરી આગોતરું આયોજન અને તૈયારી કરીને ૬૧૦૦ વિદ્યાર્થીઓને શાળામાં વિવિધ મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો છે




