DAHODGUJARAT

ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ ૩૦૪ જેની કુલ કિં.રૂ. ૩૮,૨૪,૪૦૦નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી

તા.૧૬.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ખંગેલા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ નંગ -૩૦૪ બોટલો નંગ – ૪૬૦૮ જેની કુલ કિં.રૂ. ૩૮,૨૪,૪૦૦નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ

કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે.એસ.માણીયા તથા પોલીસ માણસો સાથે ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા.તે દરમ્યાન આશરે બપોરના સુમારે એક આઇશર ગાડી રજી, નંબર GJ-03-AX-5093 આવતા સદર આઇશરના ઉપરના ભાગે પ્લાસ્ટીકનુ કાળા કલરનું મીણીયાનું કવર ચડાવેલ હોય જેથી આઇશરના ડ્રાઇવરને ઉભી રખાવી રોડની સાઇટમાં કરાવી સદર આઇશરમાં શું ભરેલ છે જે બાબતે પુછતા આઇશરના ડ્રાઇવરે આઇશરમાં મીણીયાની થેલીઓમાં કોલસી ભરેલાનું જણાવતો હોય પરંતુ તે જવાબ આપવામાં ગલ્લાંતલ્લાં કરતો હોય શંકાસ્પદ લાગતા સદર આઈસરમાં ખાલી સાઈડમાંથી વચ્ચે ચોરખાનું બનાવેલ હોય જે ખોલી જોતા જેમાં ભારતીય બનાવટનો ઈન્ગિશ દારૂ ભરેલાનું જણાતું હોય અને ઉપર કવરીંગમાં કોલસીના પ્લાસ્ટીકના મીણીયા/થેલાઓની આડમાં સાઈડમાં બનાવેલ દરવાજો ખોલી જોતા જેમાં ભારતીય બનાવટો ઇગ્લીશ દારૂ ભરેલ હોય સદર આઈશરમાં પ્રોહી મુદ્દામાલ વધારે ભરેલાનું જણાતુ હોય અને હાઇવે રોડ ઉપર સદર પ્રોહી મુદ્દામાલ ગણી શકાય તેમના હોય જેથી સદર આઈશરને પંચોને સાથે રાખી ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી ટાંડા આઉટ પોસ્ટ ખાતે લાવી ગણી જોતા ઈંગ્લીશ દારૂની અલગ -અલગ કંપનીની કુલ પેટી નંગ- ૩૦૪ જેમાં ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ- ૪૬૦૮ જેની કુલ કિં.રૂ. ૩૮,૨૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા એક સાદો મોબાઇલ જેની કી.રૂ.૧૦૦૦/- તથા હેરાફેરીમાં વપરાયેલ આઇશર ગાડી કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મળી કુલ કિંમત રૂપિયા ૫૩,૨૫,૪૦૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે

Back to top button
error: Content is protected !!