DAHODGUJARAT

વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ નંગ -૫૫૭ બોટલો નંગ – ૧૪,૪૯૬ જેની કુલ કિં.રૂ. ૭૮,૩૨,૪૦૦-નો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ

તા.૨૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વાહન ચેકિંગ દરમ્યાન ઈગ્લીશ દારૂની કુલ પટીઓ નંગ -૫૫૭ બોટલો નંગ – ૧૪,૪૯૬ જેની કુલ કિં.રૂ. ૭૮,૩૨,૪૦૦-નો પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કતવારા પોલીસ

કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર યુ.એમ.ગાવિત તથા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો ખંગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે દરમ્યાનમાં આશરે સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે નાયબ પોલીસ અધિક્ષક ને ખાનગીરાહે બાતમી હકીકત મળી કે એમ.પી.તરફથી એક બંધ બોડીનો ટાટા કંપનીનો ટ્રક જેનો રજી.નં.GJ-25 SU-6999 નો દારુ ભરી એમ.પી.ના ઝાબુઆ થઇ પિટોલ તરફથી ગુજરાત તરફ આવી રહી છે.તેવી બાતમી હકીકતના આધારે કતવારા પો.સ્ટે.પોલીસ સ્ટાફ દ્વારા ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન થોડીવારમા સદર બાતમી વાળી ટ્રક જેનો રજી.નં.GJ-25 SU-6999 આવતા સદર ટ્રકના ડ્રાઇવરને ટ્રક ઉભી રખાવી રોડની સાઇટમાં કરાવી સદર ટ્રકમાં શું ભરેલ છે જે બાબતે પુછતા ટ્રકના ડ્રાઇવરે ટ્રકમાં પશુ આહાર ભરેલાનું જણાવતો હોય પરંતુ તે જવાબ આપવામાં ગલ્લાં તલ્લાં કરતો હોય સદર ટ્રક ડ્રાઇવરને નીચે ઉતારી તેંનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનુ નામ (40) ઉતાભાઇ રવાભાઈ અને કટારા વિચારી ઉવ રહે કાટવાણા ગેસ તા.જી,પોરબંદર મો નાં૯૫ ૧૦૪૩ ૦૬ ૨૦ નાનો હોવાનું જણાવે છે. ત્યાર બાદ તે ટ્રકમાં શંકાસ્પદ લાગતા ઉપર ચડીને ગાડી જોતા તેમાં ભારતીય બનાવટ્નો પ્રોહી મુદ્દામાલ પશુ આહારની આડમાં છુપાયેલો નીચે મુજબના વર્ણન વાળો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો જેમાં ભારતીય મનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂની કુલ પેટીઓ નંગ-પપ૭ મા કુલ નાની મોટી બોટલો નંગ-14496 ની કિ.રૂ.૭૮,૩૨,૪૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા સદર પ્રોહી ખુદ્દામાલમાં ઉપયોગમાં લીધેલ ગાડી ની કિંમત.રુ. ૧૫,૦૦,૦૦૦/- તથા પશુ આહાર દાણના કટ્ટા નંગ-૫૭ ની કીમત રૂ.૧૪,૨૫૦/-તથા આરોપી પાસેથી મળી આવેલ મોબાઇલ ગનંગ -૦૨ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૯૩,૫૧,૧૫૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Back to top button
error: Content is protected !!