દેવગઢબારિયા તાલુકાના દશેરા ફળિયા રૂવાબારી પ્રાથમિક શાળા ધો.૧ થી ૫ માં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો

તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના દશેરા ફળિયા રૂવાબારી પ્રાથમિક શાળા 
મીડિયા ટીમે શાળાની અચાનક મુલાકાત લેતા ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.શાળાના મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે તારીખ 6.08.2025 થી 18.08.2025 સુધીના મસ્ટર ( શિક્ષકોના હાજરી રજિસ્ટર) માં તેમની સહી જોવા મળી નથી.અને ખાલી ખાના જોવા મળિયા હતા
એ જ રીતે અસિસ્ટન્ટ શિક્ષક ખરાડ દિલીપસિંહ રૂપસિંહની પણ 12થી 18 તારીખ સુધી કોઈ હાજરી નોંધાઈ નથી.( શિક્ષકની હાજરી રજીસ્ટરમાં ) એમના પણ ખાલી ખાના હતા મીડિયા ટીમ સ્થળ પર પહોચી ત્યારે સ્કૂલમાં એક પણ બાળક હાજર નહોતું.એક શિક્ષક અને સંચાલક માત્ર ઓફિસ રૂમમાં મસ્તીમાં જોવા મળ્યા હતા
મુખ્ય શિક્ષક અમીન પ્રવીણકુમાર કાલિદાસ મીડિયા ટીમના ફોન પર જણાવતા હતા કે “અમે ઓનલાઇન હાજરી ભરી દઈએ છીએ”, પરંતુ હાજરી પત્રક ખાલી હોય ત્યારે મોટો સવાલ એ ઉભો થાય છે કે –
➡️ શિક્ષકો ખરેખર શાળામાં હાજર હોય છે કે નહીં?
➡️ બાળકોના ભવિષ્ય સાથે આટલી બેદરકારી કેમ?
➡️ ગુલ્લીબાજ શિક્ષકોના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ રહ્યું નથી શું?
આ બનાવે આખા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. ગ્રામજનો અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.જાહેર જનતા તથા વાલીઓએ માંગણી કરી છે કે ઉપલા શિક્ષણ અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કડક કાર્યવાહી કરે અને બાળકોનું ભવિષ્ય અંધારામાં ન ધકેલાય તે સુનિશ્ચિત કરે. રિપોર્ટર વિપુલકુમાર બારીયા




