બોડેલી નગરમાં હાલ ધૂળની ધુળેટી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે પ્રમાણમાં ધૂળ ઉડતી હોવાના કારણે માર્ગો પર ચાલતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોટા વાહનચાલકોને ઘણી વખત આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માતની સંભાવના પણ વધી ગઈ છે.બાઈક ચાલકોની હાલત તો વધુ કફોડી બની છે. ઉડતી ધૂળના ડમરીઓ આંખ, નાક અને મોંમાં ઘુસી જતાં શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં શ્વાસના રોગો અને એલર્જીની સમસ્યાઓ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર સ્થિતિને લઈને નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ધૂળ ને લઇ રોડની બન્ને સાઈડ ધૂળ હોવાથી અડધો રોડ ઢંકાઈ જય છે નાગરિકોનું કહેવું છે કે બોડેલી નગરપાલિકા રચાયા બાદ પણ શહેરમાં સ્વચ્છતા અને ધૂળ નિયંત્રણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ધૂળ સાફ કરવા માટેની મશીનરી નગરપાલિકા પાસે હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી, જેના કારણે લોકો સતત હાલાકી ભોગવી રહ્યા છે.હવે સવાલ એ ઊભો થાય છે કે નગરપાલિકા પાસે ઉપલબ્ધ ધૂળ સાફ કરવાની મશીનરીનો વાસ્તવમાં ઉપયોગ ક્યારે કરવામાં આવશે અને શહેરવાસીઓને આ સમસ્યામાંથી ક્યારે રાહત મળશે? નાગરિકો તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
109
Next
»
Gujarat CM ભૂપેન્દ્ર પટેલે Morbiમાં NAMO વનની મુલાકાત લીધી
Morbiમાં કેવીક છે સ્વચ્છતા CMએ લોકોને પૂછતા જવાબ સાંભળી MMCના અધિકારીઓ ના હાલ બેહાલ !!!