જામજોધપુર પંથકમાં રેશનના દાળ-ચણા ક્યારે પહોંચશે?
જામજોધપુર માં ગરીબોની દિવાળી બગડશે
સસ્તા અનાજ ની દુકાને હજુ ચણા તથા તુવેર દાળ નથી આવ્યા
જામજોધપુર તાલુકા તથા શહેરમાંમાં સસ્તા અનાજ ની દુકાનદારો ને દુકાનદારોએ , ચણા તથા તુવેર દાળ સહિત ના પૈસા પુરવઠા કચેરીમાં સરકારને ભરી દીધાં છતાં માલ ની ફાળવણી અપુરતી કરવામાં આવી છે હજુ ચણા તથા તુવેરદાળ જેવી વસ્તુ ની ફાળવણી કરવામા આવી નથી મહિનો પુરો થવામાં અને દિવાળી નાતહેવાર ને આડે ગણતરી ના જ દિવસો બાકી રહેલ હોય સરકાર દ્વારા દુકાનદારો ને જથ્થો પહોંચે તેવી વ્યવસ્થા સમયસર ઉભી ન કરાતા સસ્તા અનાજ દુકાને પુરતો માલ નહોવાને કારણે દુકાનદાર અને ગ્રાહકોને ઘર્ષણ થાય છે આમ મોટી મોટી વાતો કરી તાયફા કરતી ભાજપ સરકાર ગરીબોને પુરતુ અનાજ સમયસર પહોંચાડી શક્તિ નથી હાલ તો દિવાળી ટાણે શ્રીમંત ઘરે ધીના દીવા ગરીબોને ત્યાં દોહયલ ના દીવા જેવો ઘાટ સર્જાયો છે મધ્યાહન ભોજન યોજના માં પણ હજુ આમાલ નથી અવાર નવાર સસ્તા અનાજ ન દુકાને પુરતો જથ્થો મળ તો નથી તેમ શહેર કોંગસ પ્રમુખ જમન ભાઈ કંટારીયા એજણાવેલ છે
આ અંગે જાગતા પ્રહરી અશોક ઠકરારે ટીપ્પણી કરી છે કે….”છે ગરીબોના કુબામાં તેટલુ ટીપુ દોહ્યલુ……” એવી કવિતા કવિએ ગરીબોની સ્થિતિ જોઇને જ લખી હશે
બીજી એક વાત સમગ્ર જામનગર જીલ્લામાંથી રેશન વોર્ડ અંગે મળતી માહિતી અનેક રીપોર્ટ મુજબ રેશન વોર્ડની અનેક અનિયમીતતા કોઇ જવાબદાર ને નથી દેખાતી અને આ તો ગરીબોની સરકાર છે જે ૨૩ વર્ષ પુરા કર્યા તેની ઉજવણી કરે છે તો વોર્ડથી ગરીબોના ઘર સુધી સસ્તુ અનાજ ક્યારે પહોંચશે?